આરોગ્ય : સફેદ બ્રેડ નુકશાનકારક નથી

તમે તમારા રોજિંદા ભોજનમાં સફેદ બ્રેડ એ ડરથી નથી લઇ રહ્યાં કે તેના સેવનથી તમારું વજન વધી જશે તો જરા થોભો અને આટલું વાંચીને તેનું સેવન કરવું કે ન કરવું તે નિર્ણય લો.
વાસ્તવમાં બ્રિટનના નિષ્ણાતો અનુસાર સફેદ બ્રેડ પોષણનો એક મહત્વપૂર્ણ સ્રોત છે. આ બ્રેડ ખાવા સંબંધી ચેતવણીમાં કોઇ જ દમ નથી. નિષ્ણાતો અનુસાર સફેદ બ્રેડ ન ખાઇને તમે મહત્વના વિટામિનો મેળવવામાંથી બાકાત રહી જાઓ છો.
મધ્ય બ્રિટન સ્થિત બ્રિટિશ ન્યુટ્રીશન ફાઉન્ડેશનની પોષણ વૈજ્ઞાનિક ડૉ એની ઓકોનોરે એક નવા અભ્યાસમાં જાણ્યું કે સ્ટાન્ડર્ડ આખાર ધરાવતી સફેદ બ્રેડ વિષે સ્વાસ્થ્ય અભિયાનો અને ટીવી પોષણ નિષ્ણાતો દ્વારા કારણ વગર જ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે આરોગ્ય વ્યાવસાયિકોએ આ માન્યતાને તોડવી પડશે. બ્રેડ પોષણનો એક મહત્વનો સ્રોત છે. અભ્યાસમાં એ માન્યતાને ખોટી ઠેરવવામાં આવી છે કે બ્રેડથી વજન વધે છે તથા ઘઉં સંબંધી એલર્જી વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>