કેર : સ્લિમ અને હેલ્ધી રહેવા માટે શુ ખાશો શુ નહી ?

સ્લિમ અને હેલ્ધી રહેવા માટે ડાયેટિશયન જણાવે છે, “ફેટ કેલરી બોડીમાં ફેટ બનાવે છે અને પ્રોટીન કેલરી બોડીને સ્લિમ બનાવે છે. માટે ખાવામાં પ્રોટીન કેલરીવાળી વસ્તુઓ વધુ હોવી જોઇએ.” જો તમે અવઢવમાં છો કે શું ખાવું જોઇએ અને શું નહીં તો અહીં તમારા માટે કેટલીક માહિતી આપવામાં આવી છે…

પ્રોટીનથી ભરપુર ડાયટ – વૉશિંગ્ટનની જાણીતી યુનિવર્સિટી મિસોરીના સંશોધકોનું કહેવું છે કે પ્રોટીનથી સરભર ડાયટ બ્રેનમાં ખાવાની ઇચ્છાને નિયંત્રિત કરનારા સંકેતો ઓછા કરી દે છે અને તેનાથી ઓછું ખવાય છે. ‘ઓબેસિટી’ મેગેઝિન અનુસાર પ્રોટીનની વધુ માત્રાવાળું ભોજન લેવું એ ભૂખને કન્ટ્રોલ કરવાનો સૌથી સરળ પ્રકાર છે. આનાથી વધુ ભૂખ નથી લાગતી અને તમે વધારે ખોરાક નથી લેતા.

દૂધ વગરની ગ્રીન ટી – જો તમે દિવસ દરમિયાન અનેક કપ ચા પીવાના શોખીન છો તો ગ્રીન ટીનું ઓપ્શન પસંદ કરો. ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વજન ઓછું કરવામાં મદદ કરે છે. પણ આ ચા દૂધ નાંખ્યા વગર પીઓ. એક ફિઝિશિયન ડોક્ટર અનુસાર ગ્રીન ટીમાં દૂધ ભેળવતા જ ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અસર કરવાનું ઓછું કરી દે છે. વાસ્તવમાં આ ચામાં ફેટ ઓછું કરવાના અનેક તત્વ હોય છે પણ દૂધ મેળવતા જ ચામાં ફેટ ઘટાડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે ગ્રીન ટી હેલ્થ માટેનું ઉત્તમ ટોનિક છે. દિવસમાં ત્રણેક વખત ગ્રીન ટી પીવાથી તમે ફિટ, ફ્રેશ અને એનર્જેટિક રહી શકો છે.

મધ – વજન વધારે અને ઘટાડે પણ : મધ વજન ઘટાડે પણ છે અને વધારે પણ છે. જો તમે મધને ગરમ પાણી સાથે લીંબુ નાંખીને પીશો તો એક મહિનામાં બેએક કિલો વજન ઘટી શકે છે. માટે જ ડોક્ટરો સવારે લીંબુપાણી સાથે મધ નાંખીને પીવાની સલાહ આપે છે. જો તમે મધને ગરમ કરીને પીવો છો તો તે શરીર માટે ફાયદાકારક રહેવાની જગ્યાએ નુકસાનકારક રહેશે. આ સિવાય તમે દિવસ દરમિયાન અનેક ચમકી મધ એમ જ ખાઇ લેશો તો તમારું વજન વધી જશે તે નક્કી છે.

પનીરનો ઉપયોગ – આમ તો પનીર ખાવામાં અત્યંત ટેસ્ટી લાગે છે, પણ તેમાં વધારે પ્રમાણમાં કેલરી હોય છે. માટે જો તમારું વજન વધારે છે તો પનીરનું સેવન ક્યારેય ન કરો કે પછી ક્યારેક-ક્યારેક જ કરો. વાસ્તવમાં પનીરમાં ટાઇરામોઇન નામના એન્ઝાઇમ હોય છે જે બ્લડપ્રેશરના કેટલાંક પોઇન્ટ વધારી દે છે. અનેક લોકોને પનીરનું શાક તેમજ ભજીયા ખાઘા બાદ માથામાં પીડા થવા લાગે છે. આવું ટાઇરામોઇનને કારણે થાય છે. સારી રીતે જાણી લો કે તમામ ડેરી પ્રોડક્ટ્સમાંથી પનીરમાં સૌથી વધુ ફેટ હોય છે. પનીર શરીરને અનેક જરૂરી ન્યુટ્રિશન્સ તો આપે જ છે સાથે તેમાં ફેટ પણ પુષ્કળ હોય છે. માટે શક્ય હોય ત્યાંસુધી તે લેવાનું ટાળો તે જ ઉત્તમ છે.

One thought on “કેર : સ્લિમ અને હેલ્ધી રહેવા માટે શુ ખાશો શુ નહી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>