ઘરેલુ ઉપચાર:સ્વાદ વધારતા કાળા મરી અનેક રોગોમાં પણ ઉપયોગી

કાળા મરી મસાલાના રાજા ગણાય છે. દક્ષિણ ભારતમાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે પણ હવે તેને મોટાભાગના ટ્રોપિકલ દેશોમાં ઉગાડવામં આવે છે. ભોજનમાં ગરમ મસાલામાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે અનેક રોગોના ઇલાજમાં પણ તે ઉપયોગી છે.

નેત્ર રોગોમાં – કાળા મરીનો પ્રયોગ નેત્ર જ્યોતિમાં બહુ મદદરૂપ હોય છે. તેના પાવડરને શુદ્ધ દેશી ઘી સાથે મિક્સ કરી ખાવાથી આંખોની જ્યોતિની સાથે આંખોના અનેક રોગો પણ દૂર થાય છે.

શ્વાસ સંબંધી રોગોમાં – અડધી ચમચી કાળા મરીના પાવડરને થોડા ગોળમાં મિક્સ કરી નાની-નાની ગોળીઓ બનાવી ચૂકવાથી ખાંસીમાં રાહત મળે છે. તો વળી પાણીને તુલસી, કાળા મરી, આદું, લવિંગ અને ઇલાયચી સાથે ઉકાળીને ચા બનાવી પીવાથી તાવ શરદી અને તાવમાં લાભ થાય છે. બારીક પીસેલા કાળા મરીને સાકરમાં મિક્સ કરી મુકો. આ મિશ્રણને ચરટી મધ સાથે મિક્સ કરી ખાવાથી ગળાની તકલીફમાં રાહત મળે છે અને અવાજ સ્પષ્ટ બને છે.

પાચનતંત્ર સંબંધી રોગો – કાળા મરીને કાળી દ્રાક્ષ સાથે મિક્સ કરી 2થી 3 વખત ચાવીને ખાવાથી પેટના કીડા દૂર થાય છે. તો છાશમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી પીવાથી પણ આવો જ ફાયદો થાય છે. લીંબુના ટૂકડાં પરથી બી કાઢી તેમાં મરીનો પાવડર અને માઠાનો પાવડર ભરી તેને ગરમ કરીને ચૂસવાથી કબજિયાતમાં લાભ થશે. એક કપ ગરમ પાણીમાં 3-4 પીસેલા કાળા મરી સાથે લીંબુનો રસ મિક્સ કરી પીવાથી ગેસની ફરિયાદ દૂર થશે.

અન્ય રોગોમાં – મીઠાની સાથે કાળા મરીનો પાવડર મિક્સ કરી દાંતોમાં મંજન કરવાથી પાયરિયામાં રાહત મળે છે તથા દાંત ચમકે છે અને મજબૂતી વધે છે. પીસેલા કાળા મરીમાં થોડું મધ મિક્સ કરી ખાવાથી સ્મરણશક્તિ વધે છે. આ પાવડરને તલના તેલમાં બળે ત્યાંસુધી ગરમ કરી, ઠંડુ કરી તેલને સ્નાયુઓ પર લગાવાથી સંધિવામાં પણ રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>