ઘરેલુ ઉપચાર : અનેક રોગોથી દૂર રાખે છે દૂધી

આમ તો રોજિંદા જીવનમાં દેરક પ્રકારના શાકાજીનો પ્રયોગ કરવો જોઇએ પણ જો વાત કરીએ દૂધીની તો તે આપણા શરીરને અનેક રોગોથી દૂર રાખવામાં મદદરૂપ બને છે. દૂધી વેલા પર ઉગે છે અને થોડા જ સમયમાં મોટી પણ થઇ જાય છે. વાસ્તવમાં તે એક ઔષિધ તરીકે કામ કરે છે.

તેનો ઉપયોગ હજારો રોગીઓ પર સલાડના રૂપમાં અથવા તો રસ કાઢીને કે શાકભાજીના રૂપમાં લાંબા સમયથી કરવામાં આવતો રહ્યો છે.
દૂધીને કાચી પણ ખાઇ શકાય, તે પેટ સાફ કરવામાં બહુ મહત્વની સાબિત થાય છે અને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે. લાંબી તેમજ ગોળ બંને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્તનાશક, કફનાશક અને ધાતુને પુષ્ટ કરનારી હોય છે. તેના ઔષધિય ગુણો પર એક નજર કરીએ…

1. કોલેરા થયો હોય તો 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરી ધીમે-ધીમે પીવો. આનાથી પેશાબ વધુ આવે છે.
2. ઉધરસ, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી બહુ ઉપયોગી સાબિત થાય છે.
3. હૃદયરોગમાં, ખાસકરીને ભોજન લીધા પછી એક કપ દૂધીના રસમાં થોડો મરીનો ભુક્કો અને ફુદીનો નાંખીને પીવાથી હૃદયરોગમાં થોડા દિવસોમાં રાહત મળે છે.
4. દૂધીમાં ઉત્તમ પ્રકારના પોટેશિયમની માત્રા વિશેષ હોય છે. જેના કારણે તે કિડનીના રોગોમાં બહુ ઉપયોગી હોય છે અને તેનાથી પેશાબ પણ ખુલીને આવે છે.
5. દૂધીમાં મિનરલ સોલ્ટ સારી માત્રામાં મળે છે.
6. દૂધીના બીજનું તેલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે તથા હૃદયને શક્તિ આપે છે. તે લોહીની નાડીઓને પણ સ્વસ્થ કરે છે દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઇ, કબજિયાત, કમળો, હાઇ બ્લડપ્રેશર, ડાયાબીટિઝ, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં બહુ ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>