ઘરેલુ ઉપચાર : ડાયાબીટિઝને કંટ્રોલ કરનારા મસાલા

ડાયાબીટિઝ એક એવી બીમારી છે જે ભાગ્યે જ મટાડી શકાય છે. તે તમારા અંગોને ખરાબ કરે તે પહેલા તેને કન્ટ્રોલ કરી લેવામાં જ ભલાઈ છે. કેટલાંક એવાં મસાલા છે જે ડાયાબીટિઝને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ છે. આ મસાલા એ રોગીઓ માટે એક સારી એવી આશા છે જેઓ વિચારે છે ડાયાબીટિઝ માત્ર ઇન્સ્યુલિન ઇન્જેક્શન અને શુગર સપ્લીમેન્ટથી જ કન્ટ્રોલ કરી શકાય છે. 

મસાલાનું એવું લિસ્ટ જે તમને બચાવશે ડાયાબીટિઝથી…

તજ - આ મસાલો ડાયાબીટિઝને કન્ટ્રોલ કરવામાં સૌથી વધુ કારગર છે કારણ કે તે શરીરમાં રક્ત શર્કરાને પણ નિયંત્રણમાં રાખે છે. સંશોધનો દર્શાવે છે કે તજ શરીરના સોજાને ઓછો કરે છે તથા ઇન્સ્યુલિન લેવલને નિયંત્રિત કરે છે. આને તમે ભોજન, ચા કે પછી ગરમ પાણીમાં એક ચપટી પાવડરના રૂપમાં મિક્સ કરીને લો. 

લવિંગ - આ મસાલામાં તજની સરખામણીએ અનેકગણું વધુ પોલીફિનોલ હોય છે. પણ તે એટલી વધુ માત્રામાં ન ખાઇ શકાય જેટલું તમે તજને ખાઇ શકો છો. માટે આ મસાલાને તમે બીજા સ્થાને મૂકી શકો.

લીલા મરચાં - દરરોજ ભોજનની સાથે બે-ત્રણ તાજા લીલા મરચાંનું સેવન કરવાથી ડાયાબીટિઝના રોગમાં લાભ થાય છે. લીલી મરચાં વિટામિન સીનો સારો સ્રોત હોવાની સાથે પાચકગ્રંથિઓ માટે પણ ઉત્તેજક છે અને કબજિયાતને દૂર કરે છે. ઉલ્લેખનીય છે કે ડાયાબીટિઝ રોગીમાં કબજિયાત અને અપચાની ફરિયાદ સામાન્ય હોય છે. 

હળદર - ડાયાબીટિઝ રોગી જો દરરોજ અડધી ચમચી હળદરનું સેવન કરે તો ફાયદો થશે. હળદર એક ઉત્તમ એન્ટીસેપ્ટિક મસાલાના રૂપમાં વિખ્યાત છે. આના નિયમિત સેવનથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. ઘા કે ઇજા પાકતી નથી તેમજ કોઇ કારણસર થયેલો અંદરનો માર પણ ઝડપથી સાજો થઇ જાય છે. 

અજમાના પાન - જે રીતે હળદર બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે તે જ રીતે અજમો પણ ડાયાબીટિઝના રોગીને ફંગલ ઇન્ફેક્શનથી બચાવે છે. 

લસણ - આ ખાવાથી હૃદયની બીમારી દૂર રહેશે અને બ્લડ પ્રેશર હંમેશા કન્ટ્રોલમાં રહેશે. માટે લસણનું સેવન ડાયાબીટિઝના દર્દીઓ માટે જરૂરી છે. તે હાર્ટ પંપને મજબૂત બનાવશે અને બ્લડ સર્ક્યુલેશન પણ નોર્મલ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>