ચોકલેટ ખાવાથી મગજ પર અફીણ જેવી અસર પડે છે

તમે પણ ચોકલેટ ખાવા પાછળ ઘેલા છો? જો તમારો જવાબ છે હા તો બની શકે કે તમે પણ માદક પદાર્થના નશાની જેમ જ ચોકલેટના નશાના આદી બની જાઓ. મિશિગન યુનિવર્સિટીના એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ચોકલેટની મગજ પર એવી જ અસર પડે છે જેવી અફીણની પડે છે.
સંશોધનમાં બહુ વધુ જાડા લોકો અને નશાના આદી લોકો વચ્ચે ઊંડી સમાનતા પણ જોવા મળી.
મગજમાં જોવા મળતું એક રસાયણ ‘એન્કેફેલિન’ વાસ્તવમાં એક એન્ડ્રોફિન છે જના ગુણ અફીણ સાથે મળતા આવે છે.
બ્રિટિશ અખબાર ‘ડેલી મેલ’ના સમાચાર અનુસાર, ઉંદરો પર પ્રયોગ દરમિયાન સંશોધકોએ જાણ્યું કે ચોકલેટના સેવન બાદ તેમના મગજમાં એન્કેફેલિનની માત્રા વધી ગઇ.
મુખ્ય સંશોધક ડૉ એલેગ્ઝેન્ડ્રા ડીફેલિસેન્ટોનિયોએ જણાવ્યું, અમે મગજના એક ભાગ ‘ડૉર્સલ નિયોસ્ટ્રિયેટમ’નું પરીક્ષણ કર્યું અને જાણ્યું કે જ્યારે વધુ પડતા જાડા લોકો ભોજન જુએ છે અને જ્યારે નશાના આદી લોકો નશીલી દવાઓ લે છે તો ‘ડૉર્સલ નિયોસ્ટ્રિયેટમ’ સક્રિય બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>