બ્રોકલી અને ફણગાવેલા શાકભાજી કડવા લાગે છે ? તો તમે સ્વસ્થ છો

જે લોકોને ફણગાવેલા અને બ્રોકલી જેવા શાકભાજી કડવા લાગે છે તે પોતાના નાકમાં રસાયણ હોવાને કારણે સંક્રમણો સામે ઉત્તમ રીતે લડી શકે છે.

‘ડેલી મેલ’ અનુસાર પેનસિલવેનિયા યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે ફણગાવેલા અને બ્રોકલી જેવા શાકભાજી નાપસંદ કરનારા લોકોના શરીરમાં વધુ રિસેપ્ટર હોય છે જે આ વ્યંજનોના સ્વાદોને પકડી લે છે અને તે હુમલાખોર જીવાણુઓને લઇને પૂર્વ ચેતાવણીની પ્રણાલીના રૂપમાં કામ કરે છે.

પહેલા માનવામાં આવતું હતું કે રિસેપ્ટર માત્ર જીભમાં હોય છે પણ હવે માલુમ પડ્યું છે કે તે નાકમાં પણ હોય છે. આ રિસેપ્ટર સામાન્ય સંક્રમણો વિરુદ્ધ શરીરની પ્રાકૃતિક રક્ષા પ્રણાલીને સક્રિય કરવાનું કામ કરે છે.

જોકે, એક તૃતિયાંશ આબાદી પાસે કડવા સ્વાદ સાથે જોડાયેલા રિસેપ્ટર જીન ટીએએસ2આર38 નથી હોતા જે રોગપ્રતિકારક પ્રણાલીને સક્રિય કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>