સાઈનસ એક સ્વાસ્થ્ય સમસ્યા – અપનાવો ઘરેલું ઉપચાર

સાઇનસ એક સ્વાસ્થ્ય સમસ્યા છે જેનાથી સંપૂર્ણપણે સાજા નથી થઇ શકાતું. અલબત, તમે કેટલીક સાવચેતી દાખવીને અને ઘરે જ યોગ્ય ઉપચાર કરીને તેના લક્ષણોથી રાહત મેળવી શકો છો. અહીં સાયનસના ઇલાજ માટે કેટલાંક પ્રભાવી ઘરેલું ઉપચાર જણાવી રહ્યાં છીએ… – શ્વાસ સંબંધી સમસ્યાઓથી આરામ મેળવવા માટે થોડા કાળા જીરાના બીજ લો અને તેને એક પાતળા કપડામાં બાંધો. તુરંત રાહત મેળવવા માટે તેનો ઉપયોગ શ્વાસ લેવા માટે કરો. – આ સિવાય, તમે ગરમ પાણીમાં નિલગિરીના તેલના થોડી ટીપાં મિક્સ કરી શકો છો અને સાઇનસના લક્ષણોમાંથી રાહત મેળવવા માટે તેની સ્ટીમ લઇ શકો છો. – વહેતું નાક રોકવા માટે તમારા નાક અને આંખોની ચારે તરફ ઓલિવ ઓઇલ લગાવો. – ડુંગળી અને લસણની જેમ તીખા ખાદ્ય પદાર્થો સાઇનસના ઇલાજમાં વધુ ફાયદાકારક સાબિત થાય છે. તમે આ ખાદ્ય પદાર્થોનો નાનકડો ભાગ લઇને આ પ્રયોગ શરૂ કરી શકો છો અને તેને ધીમે-ધીમે વધારી શકો છો. તમે તમારા નિયમિત ભોજનમાં આ ખાદ્ય પદાર્થોનો જથ્થો સામેલ કરી શકો છો. – ગાજરના રસમાં મહાન ચિકિત્સા ગુણો સામેલ છે જે સાઇનસના ઇલાજમાં બહુ ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>