સૂર્ય નમસ્કાર – બધા રોગોમાં લાભદાયક

,

બધા આસનોનો સાર સૂર્ય નમસ્કારમાં છિપાયો છે. સૂર્ય નમસ્કાર યોગાસનોમાં સર્વશ્રેષ્ઠ છે. આ નમસ્કારમાં લગભગ બધા આસનોનો સમાવેશ થાય છે. સૂર્યનમ: સ્કાર કરનારને સંપૂર્ણ લાભ આપવામાં સમર્થ છે. આનો અભ્યાસ કરવાથી સાધકનુ શરીર નિરોગી અને સ્વસ્થ થઈને તેજસ્વી બની જાય છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ બાર સ્થિતિઓમાં કરવામાં આવે છે, આની પણ બે સ્થિતિઓ હોય છે. પ્રથમ જમણા પગથી અને બીજી ડાબા પગથી.
1) પહેલા સાવધાનની સ્થિતિમાં ઉભા થઈ જાવ. પછી બંને હાથને ખભાના સમાંતર ઉઠાવતા માથા ઉપર બંને હથેળીઓને તેના આગળના ભાગ સાથે જોડતા બંને હાથોને સામે લાવીને આગળના ભાગ સાથે જોડાયેલી હથેળીઓને નીચેની તરફ ફરાવતા નમસ્કારની સ્થિતિમાં ઉભા થઈ જાવ.
2) શ્વાસ લેતા બંને હાથોને કાનોથી અડાવીને ઉપરની તરફ ખેંચો અને હાથને ગરદનની વધુ પાછળની તરફ નમાવો. ધ્યાનને ગરદન પાછળ ‘વિશુધ્ધિ ચક્ર’ પર કેન્દ્રીત કરો.
3) ત્રીજી સ્થિતિમાં શ્વાસને ધીરે ધીરે બહાર કાઢતા આગળની તરફ નમો. હાથ ગરદનની સાથે, કાનથી અડાવીને નીચે જઈને પગને જમણી-ડાબી પૃથ્વીને સ્પર્શ કરો. ઘૂંટણ સીધા રહેવા જોઈએ. થોડી ક્ષણ આવી જ સ્થિતિમાં રહો. આ સ્થિતિને પાદ પશ્ચિમોતાસનની સ્થિતિ કહે છે.
4) આવી સ્થિતિમા શ્વાસને લેતા જમણા પગને પાછળની તરફ લઈ જાવ. છાતીને તાણીને આગળ ખેંચો. ગરદનને વધુ પાછળ નમાવો. પગ ખેંચેલા સીધા અને પાછળની બાજુ ખેંચાવ અને ઉભો હોવો જોઈએ. થોડો સમય આ જ સ્થિતિમાં રહો. મુખાકૃતિ સામાન્ય રાખો.
5) શ્વાસને ધીરે ધીરે બહાર કાઢતા ડાબા પગને પણ પાછળ લઈ જાવ. બંને પગની એડિયો પરસ્પર મળેલી રહેવી જોઈએ. પાછળની તરફ શરીરને ખેંચો અને એડિયો જમીન પર લાવવાનો પ્રયત્ન કરો. નિતંબને વધુને વધુ ઉપર ઉઠાવો. ગરદનને નીચે નમાવીને દાઢીને કંડમાં લગાવો.
6) શ્વાસ ભરતા શરીરને પૃથ્વીને સમાંતર,સીધુ સાષ્ટાંગ દંડવત કરો અને પહેલા ઘૂંટણ છાતી અને માથુ પૃથ્વી પર લગાવી દો. નિતંબોને થોડા ઉપર ઉઠાવો. શ્વાસ છોડી દો. શ્વાસની ગતિ સામાન્ય કરો.
7) આ સ્થિતિમાં ધીરે ધીરે શ્વાસ લેતા છાતીને આગળની તરફ ખેંચતા હાથોને સીધા કરી દો. ગરદનને પાછળની તરફ લઈ જાવ. ઘૂંટણ પૃથ્વીને સ્પર્શ કરતા અને પગના પંજા ઉભા રહે. આ સ્થિતિને ભુજંગાસન કહે છે.
8) આ સ્થિતિ – પાંચમી સ્થિતિ જેવી છે. 9) આ સ્થિતિ – ચોથી સ્થિતિ જેવી છે. 10) આ સ્થિતિ – ત્રીજી સ્થિતિ જેવી છે. 11) આ સ્થિતિ – બીજી સ્થિતિ જેવી છે. 12) આ સ્થિતિ – પહેલી સ્થિતિ જેવી રહેશે.
બાર સ્ટેપ પછી ફરી વિશ્વામની સ્થિતિમાં ઉભા થઈ જાવ. હવે આ આસનને ફરી કરો. પહેલી, બીજી અને ત્રીજી સ્થિતિ એ જ ક્રમમાં રહેશે પણ ચોથી સ્થિતિમાં પહેલા જમણો પગને પાછળ લઈ ગયા હતા ત્યાં જ હવે પહેલા ડાબા પગને પાછળની તરફ લઈ જતા આ નમ:સ્કાર કરો.
સાવધાની :કમર તથા કરોડરજ્જુના રોગી આ આસન ન કરે. સૂર્યનમસ્કારની ત્રીજી અને પાંચમી અવસ્થા સર્વાઈકલ અને સ્લિપ ડિસ્કવાળા રોગીયો માટે હિતાવહ નથી. કોઈ ગંભીર રોગ હોય તો યોગનિષ્ણાંતની સલાહ બાદ જ આ યોગનો લાભ લેવો.
લાભ : સૂર્યનમસ્કાર ખુબ જ લાભદાયક છે. આના નિયમિત અભ્યાસથી હાથ અને પગના દુઃખાવામાંથી રાહત મળે છે. ગળુ, ફેફસા, તથા પાસળીયોની માંસપેસિયો મજબૂત બને છે અને શરીરમાંથી નકામી ચરબી નાશ પામે છે.
સૂર્યનમસ્કાર કરવાથી ચામડીના રોગ દૂર થાય છે. તેના અભ્યાસથી કબજીયાત અને પેટના દર્દોમાંથી મૂક્તિ મળે છે, અને પાચનતંત્ર મજબૂત બને છે. આ આસનના નિરંતર અભ્યાસથી શરીરની નાનીમોટી બધી જ નસ અને માંસપેસિયોની તકલિફો દૂર થઈ જાય છે. તેનાથી આળસ અનિદ્રા અને અન્ય વિકારો દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>