સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા જાણો

(૧) કુમળી કેરી (ખાખટી) કંદરોડ, પ્રમેહ, યોનીદોષ, વ્રણ તથા અતિસારનો નાશ કરે છે પિત, વાત, કફ અને રકતદોષને ઉત્‍પન્ન કરે છે. 
(ર) કેરીની ગોટલીનું ચુર્ણ પ થી ૧૦ ગ્રામ આપવાથી પેટમાંથી કૃમિ નીકળી જાય છે. 
(૩) કેરીની ગોટલીનુ બારીક ચુર્ણ શરીરે લગાડવાથી પરસેવો બંધ થાય છે.
(૪) ઠંડીને લીધે પગ ફાટે ત્‍યાં આંબાનુ ચીર લગાડવાથી ફાયદો થાય છે. 
(પ) આંબાની ડાળ અને પાંદડા તોડતા નીકળતુ પ્રવાહીથી આંજણી મટે છે. 
(૬) આંબાની અંતરછાલ, પલાળેલુ પાણી અને ચુનાનુ નિતાર્યુ પાણી ભેળવી ને પીવાથી ડાયાબીટીઝમાં રાહત થાય છે
(૭) આંબાની ગોટલીના સરના ટીપા નાકમાં નાખવાથી નાકમાથી લોહી પડતુ બંધ થાય છે.
(૮) આંબાના મુળને ગળે કે હાથે બાંધવાથી ઉનીયો તાવ માટે છે. 
(૯) આંબાના પાનના રસથી રકતાતિસાર મટે છે.
(૧૦) આંબાની ગોટલીનો રસ કાઢી ટીપા નાકમાં નાખવાથી લોહીની ઉલટી શમે છે. 
(૧૧) આંબાના ઝાડ ઉપરની ગાઠને ગૌમુત્રમા ઘસી અંડવૃધ્‍ધિ ઉપર લેપ કરવો અને શેકવુ તેથી ફાયદો થાશે.
(૧૨) આંબાના પાંદડાનો રસ મધ સાથે પીવાથી સ્‍વરભંગ ખુલે છે અવાજ ચોખ્‍ખો થાય છે. 
(૧૩) કેરીની ગોટલીનુ ચુર્ણ મધ કે પાણી સાથે લેવાથી દુઝતા હરસ/ પ્રદર મટે છે. 
(૧૪) આંબાના પાનના રસમાં મધ કે શેરડીનો રસ મેળવી પીવાથી લોહીના ઝાડા અટકે છે
(૧પ) આંબાની અંતરછાલના ચુર્ણને પાણી કે છાશ સાથે લેવાથી શરીરની બળતરા/ દાહ શમે છે.
(૧૬) આંબાના પાનનો રસ મધ કે સાકર સાથે પીવાથી અમ્‍લપિત મટે છે. 
(૧૭) ફળને વૃક્ષ પરથી તોડતા દીટા આગળથી જે ચીકણો રસ નીકળે છે તે દાદર, ખરજવાને લગાડવાથી મટે છે.


કેરી રોગોમાં ઉપયોગી

(૧) પાકી કેરી ચુસવાથી સુકી ખાસી મટે છે. (૨) રસદાર પાકી કેરી ચુસવાથી ઉંઘમાં ચાલવાની આદત શમે છે. (૩) કાચી કેરી રસમાં મધ, પાણી, ઉમેરી પીવાથી લુ લાગશે નહી. (૪) મીઠી રસદાર કેરી ખાઇને ૧ ચમચી મધ ચાટવાથી ઉંઘ સારી આવશે. (પ) પાકી કેરીના રસમાં મધ ભેળવી પીવાથી ક્ષય (ટી.બી.) મટે છે.

કેરીના ઔષધો

કેરીનો મુરબ્‍બો, આમ્રપાક, કેરીનુ સરબત, કેરીના વિવિધ અથાણા, આમ્રકલ્‍પ પ્રયોગ

પાકી કેરી ઔષક

પાકી કેરીમાં રેચક ગુણ હોવાથી મળને સાફ કરે છે. કબજીયાત મટાડે છે. સંગ્રહણી, શ્વાસકાસ, અમ્‍લપિત, અરૂચિ, નિંદ્રાનાશમાં ઉપયોગી છે. હોજરી, આંતરડા, શ્વાસનળી, મુત્રમાર્ગ, કલેજુ બરોડ, શિધ્રપતન, લોહી વિકારના રોગોમાં સુધારો કરે છે. ક્ષયના દર્દમાં ખુબ જ ઉપયોગી છે.

શરીર શુધ્‍ધિ માટે

પાકી કેરીની છાલ ઉતારી ટૂકડા કરવા તેના ઉપર મધ આદુનુ ખમણ – સુઠ નાખી બપોરે સાંજે ખાવી આ પ્રયોગ સાત દિવસ કરવાથી શરીરની અંદરની સફાઇ થાય છે. પ્રયોગ દરમ્‍યાન બીજુ કશુ જ ખાવુ નહી. આ પ્રયોગથી બળ, વીર્ય, રકત, માસ, ઓજસની વૃધ્‍ધિ થાય છે.

નોંધ :- આંબાના મુળ, થડ, ડાળ, પાન, ફળ, ફુલ, ગોટલા, છાલના ચુર્ણને ઘઉંના જવારાના ખાતર તરીકે ધરતી માતાને આપીએ છીએ તેથી ઘઉંના જવારામાં તેના અંશ રૂપે તત્‍વો રહેલા છે. જે અનેક રોગોમાં ઉપયોગી છે.

આમ્રકલ્‍પ પ્રયોગ

૨૪ કલાક નિર્જળા ઉપવાસ કરવો, બીજે દિવસે ૨૪ કલાકમાં માત્ર ૧ કેરી ચુસીને ખાવી, સવાર-સાંજ બસ્‍તી પાણીની લેવી, ત્રીજે દિવસે ૨૪ કલાકમાં માત્ર બેજ કેરી ચુસીને ખાવી અને સવાર-સાંજ પાણીની બસ્‍તી લેવી, ચોથે દિવસે ૨૪ કલાકમાં ચાર કેરીઓ ચુસી ખાવી સવાર-સાંજ બસ્‍તી લેવી, પાંચમા દિવસે ૨૪ કલાકમાં આઠ કેરીઓ ચુસીને ખાવી સવાર-સાંજ બસ્‍તી લેવી, છઠા દિવસે ૨૪ કલાકમાં સોળ કેરીઓ ચુસીને ખાવી સવાર-સાંજ બસ્‍તી લેવી, સાતમા દિવસે ૨૪ કલાકમાં બત્રીસ કેરીઓ ચુસીને ખાવી-સાવર-સાંજ બસ્‍તી લેવી, આઠમા દિવસે ૨૪ કલાકમાં ૧૬ કેરીઓ, નવમા દિવસે ૨૪ કલાકમાં ૮ કેરીઓ, દશમા દિવસે ૨૪ કલાકમાં ૪ કેરીઓ, અગીયારમા દિવસે ૨૪ કલાકમાં ર કેરીઓ, બારમા દિવસે ર૪ કલાકમાં ૧ કેરી ચુસીને ખાવી, સવાર – સાંજ સાદા પાણીની બસ્‍તી લેવી, તેરમાં દિવસે નિર્જળા ઉપવાસ કરવો પછી કુદરતી ખોરાક અને રસ લેવાથી શરીરનું શુધ્‍ધીકરણ થાય છે. કાયા ક્રાંતિવાન બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>