હેલ્થ કેર : અનેક બીમારીઓમાં ઉપયોગી ફળ છે અનાનસ

ખટમીઠું ખાવાના શોખીનોને અનાનસ ભાવતું જ હશે. આ ફળ સ્વાદિષ્ટ તો હોય જ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ સલાડ અને ડેઝર્ટમાં કરવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી હોય છે અને બહુ ઓછી માત્રામાં ચરબી મળે છે. જાણીએ તેના વિશિષ્ટ ગુણો વિષે…

હાડકાને મજબૂત બનાવે છે – અનાનસમાં પ્રચુર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. તે શરીરના હાડકાને મજબૂત બનાવે છે અને શરીરને ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે. એક કપ અનાનસનું જ્યુસ પીવાથી દિવસભર માટે જરૂરી મેગ્નેશિયમના 73 ટકાની પૂર્તિ થઇ જાય છે.

અનેક બીમારીઓમાં ઉપયોગી – અનાનસમાં રહેલ બ્રોમેલેન શરદી, ખાંસી, સોજો, ગળામાં ખરાશ અને સંધિવામાં ફાયદો પહોંચાડે છે. તે પાચનમાં પણ ઉપયોગી બને છે.

આંખો માટે ફાયદાકારક – અનાનસ પોતાતા વિશિષ્ટ ગુણોને કારણે આંખોની દ્રષ્ટિ માટે પણ ઉપયોગી હોય છે. પહેલા થશેલા સંશોધનો અનુસાર દિવસમાં ત્રણવાર આ ફળનું સેવન કરવાથી વધતી જતી ઉંમર સાથે વ્યક્તિની આંખની રોશની ઓછી થવાનું જોખમ ઘટે છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો અનુસાર તે કેન્સરના જોખમને પણ ઓછું કરે છે.

એન્ટીઓક્સિડેન્ટનો મોટો સ્રોત – અનાનસમાં વિટામિન સી પ્રચુર માત્રામાં રહેલું હોય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને સાધારણ ઠંડી સામે પણ સુરક્ષા મળે છે. તેનાથી શરદી સહિત અન્ય અનેક જાતના ઇન્ફેક્શનનું જોખમ ઓછું થઇ જાય છે

આ મહત્વના સંશોધનના મુખ્ય સંશોધક ડૉક્ટર યાઓ-પિંગ લુએ જણાવ્યું, વ્યાયામ અને કેફીનનો મેળ ઉંદરોમાં સૂર્યની રોશનીથી છતાં કેન્સરના નિર્માણને ઓછું કરી શકે છે. મને વિશ્વાસ છે કે અમને આવા જ પરિણામો મનુષ્યના કિસ્સામાં પણ મળશે જેનાથી ભવિષ્યમાં કેન્સરના ઇલાજમાં ઘણો લાભ થશે.

One thought on “હેલ્થ કેર : અનેક બીમારીઓમાં ઉપયોગી ફળ છે અનાનસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>