યુકેલિપ્ટસને આપણે નિલગિરીના નામે પણ ઓળખીએ છીએ, તેનું બહુ મજબૂત ઝાડ હોય છે જેનું તેલ અત્યંત સુગંધિત હોય છે. તેનું તેલ શરીર માટે અત્યંત લાભદાયક હોય છે જે રોગાણુઓનો નાશ કરે છે અને ત્વચામાં ઝડપથી સમાઇને ઠંડકનો અહેસાસ કરાવે છે. આ સિવાય તેના તેલનું મસાજ કરવાથી ગૂમડાં, ખીલ કે કોઇ જીવાત કરડી ગઇ હોય તો તે મટી જાય છે. જાણીએ આ સિવાય બીજી કઇ કઇ રીતે નિલગિરી આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે…
ફાયદા -
દવા – નિલગિરીનું તેલ એક પ્રાકૃતિક દુર્ગંધ નાશક અને ત્વચાના અનેક ઇન્ફેક્શનોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. આ તેલ લાળ સ્રાવ, ઘા, યોનિ અને ગેંગ્રીન ઇન્ફેક્શનને પણ દૂર કરે છે. જો ત્વચામાં પરું જામી ગયું હોય તો નિલગિરીનું તેલ તેના માટેની શ્રેષ્ઠ દવા ગણાય છે.
પીડાનાશક – આ તેલ એક પ્રાકૃતિક પીડાનાશક પણ છે જે સાંધા અને શરીરના દર્દમાંથી મુક્તિ અપાવે છે. તેને ગરમ પાણીમાં નાંખીને નહાવાથી શરીર અને મગજ બંનેને આરામ મળે છે. કેટલાંક લોકો સારું પરિણામ મેળવવા માટે આ તેલની સાથે લવંડરનું તેલ પણ મિક્સ કરે છે.
મસાજ – નિલગિરીના તેલથી મસાજ કરવાથી ત્વચા કોમળ બને છે અને સ્ટ્રેચ માર્ક્સ તથા ડાઘા દૂર થાય છે. ખભા અને પીઠના મસાજ માટે વિટામિન ઈ યુક્ત નિલગિરીનું તેલ વાપરવું જોઇએ. તેનાથી મસાજ આરામથી થાય છે અને શરીરને રાહત પણ મળે છે.
આફ્ટર શેવ – શેવ કર્યા બાદ ચહેરા પર નિલગિરીના તેલના થોડાં ટીંપા લગાવવાથી ત્વચા કોમળ બને છે. તે એન્ટી બેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલના રૂપમાં કામ કરે છે. તે ત્વચાની કેટલીક ગંભીર બીમારીઓને સાજી કરવામાં પણ કારગર હોય છે.
શરીરની દેખરેખ – નિલગિરીના તેલને લોટ કે મુલ્તાની માટી સાથે મિક્સ કરી સ્ક્રબ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. આ તેલ ચીકણું ન હોવાથી તમારી ત્વચાને પોષણ આપશે તથા ટોનિંગ અને શરીરની પોલિશિંગ કરીને ત્વચાને કોમળ અને સુંદર બનાવશે
I never tohguht I would find such an everyday topic so enthralling!