Category Archives: General Health

કેમ થાય છે વોટર રિટેંશન

* વધારે પડતું મીઠું ખાવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધી જાય છે જે પાણીને આંતરાડામાં ખેંચી લાવે છે.

* વધારે પડતી શર્કરાનું સેવન કરવાથી પણ આવી જ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. શર્કરાનો દરેક અણું પાણીને પોતાનામાં કેદ કરી લે છે. આટલુ જ નહિ પણ વધારે પડતી ખાંડ ખાવાથી ઈંસુલિનનો સ્ત્રાવ પણ થાય છે. જેનાથી વધારે સોડિયમ જમા થવા લાગે છે અને આ પણ પાણીને જમા કરે છે.

* મહિલાઓમાં થોડાક હાર્મોનલ ગડબડીના લીધે પણ વોટર રિટેંશન થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ખાસ કરીને આવી સમસ્યા થઈ શકે છે.

* એનિમિયાના રોગીઓમાં હીમોગ્લોબીનની માત્રા ઓછી હોવાને લીધે મીઠું અને પાણી શરીરમાં વધારે સમય સુધી રોકાઈ રહે છે.

* સુસ્ત થાઈરોડ ગ્રંથિ પાચન તેમજ ઉત્સર્જન ક્રીયાને ધીમી કરી દે છે જેનાથી વોટર રિટેંશન થઈ શકે છે.

* ઘણી વખત એલર્જીના લીધે પણ વોટર રિટેંશનની સમસ્યા થઈ શકે છે.

હેલ્થ કેર : સ્વાસ્થ્ય માટે લાભદાયક છે નિલગિરીનું તેલ

યુકેલિપ્ટસને આપણે નિલગિરીના નામે પણ ઓળખીએ છીએ, તેનું બહુ મજબૂત ઝાડ હોય છે જેનું તેલ અત્યંત સુગંધિત હોય છે. તેનું તેલ શરીર માટે અત્યંત લાભદાયક હોય છે જે રોગાણુઓનો નાશ કરે છે અને ત્વચામાં ઝડપથી સમાઇને ઠંડકનો અહેસાસ કરાવે છે. આ સિવાય તેના તેલનું મસાજ કરવાથી ગૂમડાં, ખીલ કે કોઇ જીવાત કરડી ગઇ હોય તો તે મટી જાય છે. જાણીએ આ સિવાય બીજી કઇ કઇ રીતે નિલગિરી આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે…

ફાયદા -

દવા – નિલગિરીનું તેલ એક પ્રાકૃતિક દુર્ગંધ નાશક અને ત્વચાના અનેક ઇન્ફેક્શનોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. આ તેલ લાળ સ્રાવ, ઘા, યોનિ અને ગેંગ્રીન ઇન્ફેક્શનને પણ દૂર કરે છે. જો ત્વચામાં પરું જામી ગયું હોય તો નિલગિરીનું તેલ તેના માટેની શ્રેષ્ઠ દવા ગણાય છે.

પીડાનાશક – આ તેલ એક પ્રાકૃતિક પીડાનાશક પણ છે જે સાંધા અને શરીરના દર્દમાંથી મુક્તિ અપાવે છે. તેને ગરમ પાણીમાં નાંખીને નહાવાથી શરીર અને મગજ બંનેને આરામ મળે છે. કેટલાંક લોકો સારું પરિણામ મેળવવા માટે આ તેલની સાથે લવંડરનું તેલ પણ મિક્સ કરે છે.

મસાજ – નિલગિરીના તેલથી મસાજ કરવાથી ત્વચા કોમળ બને છે અને સ્ટ્રેચ માર્ક્સ તથા ડાઘા દૂર થાય છે. ખભા અને પીઠના મસાજ માટે વિટામિન ઈ યુક્ત નિલગિરીનું તેલ વાપરવું જોઇએ. તેનાથી મસાજ આરામથી થાય છે અને શરીરને રાહત પણ મળે છે.

આફ્ટર શેવ – શેવ કર્યા બાદ ચહેરા પર નિલગિરીના તેલના થોડાં ટીંપા લગાવવાથી ત્વચા કોમળ બને છે. તે એન્ટી બેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલના રૂપમાં કામ કરે છે. તે ત્વચાની કેટલીક ગંભીર બીમારીઓને સાજી કરવામાં પણ કારગર હોય છે.

શરીરની દેખરેખ – નિલગિરીના તેલને લોટ કે મુલ્તાની માટી સાથે મિક્સ કરી સ્ક્રબ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. આ તેલ ચીકણું ન હોવાથી તમારી ત્વચાને પોષણ આપશે તથા ટોનિંગ અને શરીરની પોલિશિંગ કરીને ત્વચાને કોમળ અને સુંદર બનાવશે

આરોગ્ય : સફેદ બ્રેડ નુકશાનકારક નથી

તમે તમારા રોજિંદા ભોજનમાં સફેદ બ્રેડ એ ડરથી નથી લઇ રહ્યાં કે તેના સેવનથી તમારું વજન વધી જશે તો જરા થોભો અને આટલું વાંચીને તેનું સેવન કરવું કે ન કરવું તે નિર્ણય લો.
વાસ્તવમાં બ્રિટનના નિષ્ણાતો અનુસાર સફેદ બ્રેડ પોષણનો એક મહત્વપૂર્ણ સ્રોત છે. આ બ્રેડ ખાવા સંબંધી ચેતવણીમાં કોઇ જ દમ નથી. નિષ્ણાતો અનુસાર સફેદ બ્રેડ ન ખાઇને તમે મહત્વના વિટામિનો મેળવવામાંથી બાકાત રહી જાઓ છો.
મધ્ય બ્રિટન સ્થિત બ્રિટિશ ન્યુટ્રીશન ફાઉન્ડેશનની પોષણ વૈજ્ઞાનિક ડૉ એની ઓકોનોરે એક નવા અભ્યાસમાં જાણ્યું કે સ્ટાન્ડર્ડ આખાર ધરાવતી સફેદ બ્રેડ વિષે સ્વાસ્થ્ય અભિયાનો અને ટીવી પોષણ નિષ્ણાતો દ્વારા કારણ વગર જ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે આરોગ્ય વ્યાવસાયિકોએ આ માન્યતાને તોડવી પડશે. બ્રેડ પોષણનો એક મહત્વનો સ્રોત છે. અભ્યાસમાં એ માન્યતાને ખોટી ઠેરવવામાં આવી છે કે બ્રેડથી વજન વધે છે તથા ઘઉં સંબંધી એલર્જી વધી રહી છે.

હેલ્થ ટિપ્સ : માઈગ્રેનના દર્દીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો

માઇગ્રેન એક સામાન્ય બીમારી છે જે મગજમાં નર્વનો સોજો સર્જે છે. તેનો દર્દ બહુ તીવ્ર હોય છે જે પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે. માઇગ્રેનનો હુમલો થતાં ઘણી એવી બાબતો છે જે ધ્યાનમાં રાખવા જેવી છે. જો તમે પણ આ બીમારીમાંથી પસાર થતા હોવ તો પ્રસ્તુત છે તમારા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો.

આ બાબતો ધ્યાનમાં રાખો -

1. એવા દર્દી જેમને માઇગ્રેનની બીમારી છે તેમણે ડૉક્ટર દ્વારા બતાવવામાં આવેલી દવાઓ નિયમિત રૂપે લેવી જોઇએ.

2. મિનિટે-મિનિટે બદલાતા વાતાવરણથી માઇગ્રેનના દર્દીઓએ હંમેશા દૂર રહેવું જોઇએ અને પોતાનો ખ્યાલ રાખવો જોઇએ.

3. ઘરે કોઇપણ પ્રકારનો ઇલાજ કરવાનું ટાળવું જોઇએ.

4. તમને માલુમ હોવું જોઇએ કે ક્યારેક-ક્યારેક માઇગ્રેનની બીમારી બહુ વધી જાય છે જેના લીધે મેડિકલ એડવાઇઝ લેવી બહુ જરૂરી છે.

5 સ્ટ્રોન્ગ અત્તર કે પર્ફ્યૂમથી બચો.

6. એ વાતનું ધ્યાન રાખો કે તમે 6-8 કલાકની પૂરતી ઊંઘ લો.

7. યોગા, મેડિટેશન અને મોર્નિંગ વૉક જેવી ટેવ પાડો. માઇગ્રેનમાં નિયમિત રૂપે વ્યાયામ કરવો ફાયદાકારક રહેશે.

8. ખોટી દિનચર્યા પણ માઇગ્રેનને વધારી શકે છે. ખાસકરીને ભોજન સમયસર ન ખાવાની ટેવ છોડી દો. માઇગ્રેનનૈ દર્દીઓએ ક્યારેય વ્રત ન રાખવું જોઇએ.

9. દબાણ કે સ્ટ્રેસથી માઇગ્રેન વધી જાય છે.

10. જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે હાથમાં છત્રી લો અને સૂરજની સીધી રોશનીથી બચો.

11. માઇગ્રેનનો હુમલો થતાં પેરાસીટામોલ અને એસ્પ્રિનની ટેબલેટ સારી અસર કરે છે. પણ હા, 16 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોએ એસ્પ્રિન ન લેવી.

આયુર્વેદિક દવા છે લીમડો : કડવા લીમડાનાં મીઠા ગુણ

કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પણ જો તેનો રસ બનાવીને પીવામાં આવે તો તમે કલ્પ્યો પણ નહીં હોય તેટલો ફાયદો થશે. જાણીએ ગુણકારી લીમડાના રસના ફાયદા…
લીમડાનો રસ પીવાના ફાયદા -
1. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે.
2. લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે.
3. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે.
4. આ સિવાય લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે રોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં રહેશે.
5. લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે.
6. શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે.
7. લીમડો એક રક્સ-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.

સૂર્ય નમસ્કાર – બધા રોગોમાં લાભદાયક

,

બધા આસનોનો સાર સૂર્ય નમસ્કારમાં છિપાયો છે. સૂર્ય નમસ્કાર યોગાસનોમાં સર્વશ્રેષ્ઠ છે. આ નમસ્કારમાં લગભગ બધા આસનોનો સમાવેશ થાય છે. સૂર્યનમ: સ્કાર કરનારને સંપૂર્ણ લાભ આપવામાં સમર્થ છે. આનો અભ્યાસ કરવાથી સાધકનુ શરીર નિરોગી અને સ્વસ્થ થઈને તેજસ્વી બની જાય છે. સૂર્ય નમસ્કારનો અભ્યાસ બાર સ્થિતિઓમાં કરવામાં આવે છે, આની પણ બે સ્થિતિઓ હોય છે. પ્રથમ જમણા પગથી અને બીજી ડાબા પગથી.
1) પહેલા સાવધાનની સ્થિતિમાં ઉભા થઈ જાવ. પછી બંને હાથને ખભાના સમાંતર ઉઠાવતા માથા ઉપર બંને હથેળીઓને તેના આગળના ભાગ સાથે જોડતા બંને હાથોને સામે લાવીને આગળના ભાગ સાથે જોડાયેલી હથેળીઓને નીચેની તરફ ફરાવતા નમસ્કારની સ્થિતિમાં ઉભા થઈ જાવ.
2) શ્વાસ લેતા બંને હાથોને કાનોથી અડાવીને ઉપરની તરફ ખેંચો અને હાથને ગરદનની વધુ પાછળની તરફ નમાવો. ધ્યાનને ગરદન પાછળ ‘વિશુધ્ધિ ચક્ર’ પર કેન્દ્રીત કરો.
3) ત્રીજી સ્થિતિમાં શ્વાસને ધીરે ધીરે બહાર કાઢતા આગળની તરફ નમો. હાથ ગરદનની સાથે, કાનથી અડાવીને નીચે જઈને પગને જમણી-ડાબી પૃથ્વીને સ્પર્શ કરો. ઘૂંટણ સીધા રહેવા જોઈએ. થોડી ક્ષણ આવી જ સ્થિતિમાં રહો. આ સ્થિતિને પાદ પશ્ચિમોતાસનની સ્થિતિ કહે છે.
4) આવી સ્થિતિમા શ્વાસને લેતા જમણા પગને પાછળની તરફ લઈ જાવ. છાતીને તાણીને આગળ ખેંચો. ગરદનને વધુ પાછળ નમાવો. પગ ખેંચેલા સીધા અને પાછળની બાજુ ખેંચાવ અને ઉભો હોવો જોઈએ. થોડો સમય આ જ સ્થિતિમાં રહો. મુખાકૃતિ સામાન્ય રાખો.
5) શ્વાસને ધીરે ધીરે બહાર કાઢતા ડાબા પગને પણ પાછળ લઈ જાવ. બંને પગની એડિયો પરસ્પર મળેલી રહેવી જોઈએ. પાછળની તરફ શરીરને ખેંચો અને એડિયો જમીન પર લાવવાનો પ્રયત્ન કરો. નિતંબને વધુને વધુ ઉપર ઉઠાવો. ગરદનને નીચે નમાવીને દાઢીને કંડમાં લગાવો.
6) શ્વાસ ભરતા શરીરને પૃથ્વીને સમાંતર,સીધુ સાષ્ટાંગ દંડવત કરો અને પહેલા ઘૂંટણ છાતી અને માથુ પૃથ્વી પર લગાવી દો. નિતંબોને થોડા ઉપર ઉઠાવો. શ્વાસ છોડી દો. શ્વાસની ગતિ સામાન્ય કરો.
7) આ સ્થિતિમાં ધીરે ધીરે શ્વાસ લેતા છાતીને આગળની તરફ ખેંચતા હાથોને સીધા કરી દો. ગરદનને પાછળની તરફ લઈ જાવ. ઘૂંટણ પૃથ્વીને સ્પર્શ કરતા અને પગના પંજા ઉભા રહે. આ સ્થિતિને ભુજંગાસન કહે છે.
8) આ સ્થિતિ – પાંચમી સ્થિતિ જેવી છે. 9) આ સ્થિતિ – ચોથી સ્થિતિ જેવી છે. 10) આ સ્થિતિ – ત્રીજી સ્થિતિ જેવી છે. 11) આ સ્થિતિ – બીજી સ્થિતિ જેવી છે. 12) આ સ્થિતિ – પહેલી સ્થિતિ જેવી રહેશે.
બાર સ્ટેપ પછી ફરી વિશ્વામની સ્થિતિમાં ઉભા થઈ જાવ. હવે આ આસનને ફરી કરો. પહેલી, બીજી અને ત્રીજી સ્થિતિ એ જ ક્રમમાં રહેશે પણ ચોથી સ્થિતિમાં પહેલા જમણો પગને પાછળ લઈ ગયા હતા ત્યાં જ હવે પહેલા ડાબા પગને પાછળની તરફ લઈ જતા આ નમ:સ્કાર કરો.
સાવધાની :કમર તથા કરોડરજ્જુના રોગી આ આસન ન કરે. સૂર્યનમસ્કારની ત્રીજી અને પાંચમી અવસ્થા સર્વાઈકલ અને સ્લિપ ડિસ્કવાળા રોગીયો માટે હિતાવહ નથી. કોઈ ગંભીર રોગ હોય તો યોગનિષ્ણાંતની સલાહ બાદ જ આ યોગનો લાભ લેવો.
લાભ : સૂર્યનમસ્કાર ખુબ જ લાભદાયક છે. આના નિયમિત અભ્યાસથી હાથ અને પગના દુઃખાવામાંથી રાહત મળે છે. ગળુ, ફેફસા, તથા પાસળીયોની માંસપેસિયો મજબૂત બને છે અને શરીરમાંથી નકામી ચરબી નાશ પામે છે.
સૂર્યનમસ્કાર કરવાથી ચામડીના રોગ દૂર થાય છે. તેના અભ્યાસથી કબજીયાત અને પેટના દર્દોમાંથી મૂક્તિ મળે છે, અને પાચનતંત્ર મજબૂત બને છે. આ આસનના નિરંતર અભ્યાસથી શરીરની નાનીમોટી બધી જ નસ અને માંસપેસિયોની તકલિફો દૂર થઈ જાય છે. તેનાથી આળસ અનિદ્રા અને અન્ય વિકારો દૂર થાય છે.

What Happens To Your Body if You Stop SMOKING…

* In 20 minutes your blood pressure will drop back down to normal.
* In 8 hours the carbon monoxide (a toxic gas) levels in your blood stream will drop by half, and oxygen levels will return to normal.
* In 48 hours your chance of having a heart attack will have decreased. All nicotine will have left your body. Your sense of t
aste and smell will return to a normal level.
* In 72 hours your bronchial tubes will relax, and your energy levels will increase.
* In 2 weeks your circulation will increase, and it will continue to improve for the next 10 weeks.
* In three to nine months coughs, wheezing and breathing problems will dissipate as your lung capacity improves by 10%.
* In 1 year your risk of having a heart attack will have dropped by half.
* In 5 years your risk of having a stroke returns to that of a non-smoker.
* In 10 years your risk of lung cancer will have returned to that of a non-smoker.
* In 15 years your risk of heart attack will have returned to that of a non-smoker.

હેલ્થ કેર : ડાયેટિંગ કરવા છતાં વજન ન ઘટવાના કારણો

એ વાત સાચી છે કે વજન ઓછું કરવા માટે મોટાભાગના લોકો ડાયટિંગનો સહારો લે છે. જોકે એ વાત પણ એટલી જ સાચી છે કે મોટાભાગના લોકો ડાયટિંગ પર લાંબા સમય સુધી ટકી શકતા નથી. પરિણામે તેમનું વજન ફરી વધી જાય છે અને કેટલાંક તો વળી પહેલા કરતા પણ વધુ જાડા થઇ જાય છે. શું તમે વિચાર્યું છે કે આખરે આવું શા માટે થાય છે? ચાલો, અમે તમને જણાવી દઇએ કે આખરે ડાયટિંગની તમારી તમામ કોશિશો શા માટે અસફળ રહે છે.

ડાયટિંગના પ્રયાસો અસફળ રહેવાના કારણો -

1. પોતાની જાતને ભૂખી રાખવી – ડાયટિંગમાં તમે તમારી જાતને ભૂખી રાખો છો અને તમારું ભોજન વચ્ચે છોડી-છોડીને ખાઓ છો. જેના કારણે સમયસરનું ભોજન છોડ્યા બાદ તમે બીજા સમયે જરૂરિયાત કરતા વધુ ખાઇ લો છો. આનાથી વજન ઘટવાની જગ્યાએ વધી જાય છે.

2. ભોજન સારી રીતે ચાવવું નહીં – ભોજનને સારી રીતે ચાવીને ખાઓ અને વજન ઘટાડો. જી હા, તમે ભોજનને જેટલું ચાવીને ખાશો, મગજમાંથી ખાવાનું પચાવનારા રસનો સ્રાવ એટલો જ વધુ થશે. આનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહેવાનો અહેસાસ થશે અને સાથે તમે વચ્ચે-વચ્ચે નાસ્તો ખાવાની ટેવથી પણ બચશો.

3. મિત્રો સાથે ખાવું – જાણકારોનું કહેવું છે કે તમારા લાલચુ મિત્રો સાથે ભોજન ન કરશો. કારણ કે ભોજનની માત્રા માત્ર ખાવાથી જ નહીં પણ કોની સાથે ખાવામાં આવી રહ્યું છે તેની સાથે પણ જોડાયેલી છે. માટે જ જ્યારે તમે ડાયટિંગ પર હોવ ત્યારે આવા મિત્રો સાથે ખાવા બેસવાથી તમારું મન પણ વધુ ખાવા માટે લલચાઇ જાય છે અને યોગ્ય ડાયટ ફોલો નહીં કરાતા તમારું વજન ઘટતું નથી.

4. પૂરતી ઊંઘ ન લેવી – ઓછું ઊંઘવાથી પણ વજન વધે છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે ઓછું ઊંઘવાથી વજન વધારવા માટે જવાબદાર જીન સક્રિય બની જાય છે પરિણામે સ્થૂળતા વધવા લાગે છે. માટે 24 કલાકમાં સાતથી આઠ કલાક ઊંઘવુ જોઇએ. આઠ કલાક ઊંઘવાથી આ જીન્સની સક્રિયતાનું જોખમ ઓછું થઇ જાય છે.

5. નાસ્તા પર જરૂરી ધ્યાન ન આપવું – નાસ્તો એ આપણા આખા દિવસના ભોજનનો મૂળ આધાર હોય છે. નાસ્તો વજન તો ઓછું કરે જ છે સાથે ડાયાબીટિઝને પણ કન્ટ્રોલ કરે છે.

6. દૂધવાળી ચા પીવી – ચામાં થેફલેવિન્સ રહેલા હોય છે જે ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. પણ ચામાં દૂધને બદલે તેની અસર ઓછી થઇ જાય છે. માટે વગર દૂધની અને ખાંડ વગરની ચા પીવી જોઇએ.

7. વ્યંજનવાળા પુસ્તકો વાંચવા – વ્યંજનોવાળા પુસ્તકોમાં ખાવા-પીવાની વસ્તુઓ વાંચવાનું ટાળવું જોઇએ કારણ કે જ્યારે તમે સ્વાદિષ્ટ વ્યંજનનોની તસવીર પણ નિહાળી લો છો ત્યારે તમારું ભૂખ અને વધુ ચરબીવાળા ભોજન તરફનું વલણ વધે છે.

8. દહીં અને અખરોટ ખાઓ – નિયમિત રૂપે દહીં અને અખરોટના સેવનથી વજન ઓછું કરી શકાય છે. એક સંશોધન અનુસાર દિવસમાં ત્રણ વખત દહીં ખાવાથી શરીરમાં જમા કેલરી 22 ટકા અને વજન 61 ટકા ઓછું થઇ જાય છે.

9. આયના સામે ખાઓ – આયના સામે બેસીને ખાવાથી તમારી નજર ડાયટ પર રહે છે. મગજમાં સતત એ ચાલતું રહે છે કે ઓછું ખાવાનું છે. આ રીતે થાવાથી તમે અંદાજે 1/3 ભોજન ઓછું લો છો અને વજન ઓછું થાય છે.

10. યોગની અસર ઓછી – દિવસમાં 50 મિનિટ યોગ કરવાથી 144 કેલરી બર્ન થાય છે અને પાવર યોગથી માત્ર 237. આને બદલે તમે એરોબિક્સ કે અન્ય કસરતોથી બહુ ઓછા સમયમાં વધુ વજન ઘટાડી શકો છો.

આ બધા ઉપાયો દ્વારા તમારા ડાયટિંગની અસફળ થતી કોશિશો સફળ થઇ શકે છે, માત્ર પૂરતા પ્રયાસોની જરૂર હોય છે.